Malay Chitalia

Financial Planner, MDRT(USA)

એલઆઈસીનું ખાનગીકરણ કેમ શક્ય નથી? (ભાગ-2)

અનુવાદ: શ્રી જયંત પટેલ અને પૂર્વી જાદવ

ગયા સપ્તાહમાં આ આર્ટિકલના ભાગ-1 માં આપણે જોયું કે એલઆઈસી નું ખાનગીકરણ કરવું કેમ ભારત સરકાર માટે લગભગ અશક્ય છે. ભારત સરકાર માટે એલઆઈસી એ સોનાનું ઈંડુ આપતી મરઘી છે, એને મારવા માટે સરકાર તૈયાર ના થાય એ વ્યાજબી વાત છે.

આ આર્ટિકલનો ભાગ-1 વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો: http://bit.ly/LICsPrivatisationGuj

હવે આપણે એલઆઈસીના દ્રષ્ટિકોણથી ચર્ચા કરીશું કે જો કદાચ એલઆઈસીનું ખાનગીકરણ કરવામાં આવે તો શું થશે.

એલઆઈસીના દ્રષ્ટિકોણથી:

1. શેરધારકો દ્વારા મૂડી રોકાણ:

હું માનું છું કે, તે એલઆઈસીનું ખાનગીકરણ એલઆઈસી માટે ચોક્કસપણે સારું કામ કરશે. આશ્ચર્યજનક વાત છે કે આજે એલઆઈસી માત્ર ૧૦૦ કરોડની પ્રારંભિક મૂડી સાથે ભારતની લોકલ માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. એટલુંજ નહીં, એલઆઈસીએ તેની તમામ વિદેશી સહાયક કંપનીઓ જેવી કે એલઆઈસી લંકા, એલઆઈસી નેપાળ, એલઆઈસી બહેરિન, એલઆઈસી સિંગાપોર, એલઆઈસી બાંગ્લાદેશ નીશરૂઆત માત્ર ૧૦૦ કરોડની મૂડીથી શરૂ કરી છે.

જરા વિચારો, ખાનગીકરણ પછી જો એલઆઈસીને વધારાની ૧૦૦,૦૦૦ કરોડની મૂડી મળે તો શું થશે! એલ.આઈ.સી. અમેરિકા અને યુરોપમાં પણ સનસની મચાવી દે તેવી સંભાવનાઓ છે. તે ભારતની અંદર મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદી શકે છે. તે તેની કામગીરીને મોટા પાયે વિસ્તૃત કરી શકે છે. એલઆઈસી પાસે તેની માનવ સંપત્તિ જેમ કે ચેરમેન, એક્ચ્યુરી, ફંડ મેનેજરો વગેરે પર ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. બહુરાષ્ટ્રીય કંપનીઓ સમકક્ષ ઓફિસ અને કામ કરવાની સુવિધાઓ હશે.

સરકાર પાસે એલઆઈસીના ૪૪,૦૦૦ કરોડ રૂપિયા સોલ્વન્સી માર્જિન તરીકે પડેલા છે. આ નાણાં પોલિસી ધારકોના છે. એલઆઈસીને શેરહોલ્ડરો પાસેથી રૂ.૧,૦૦,૦૦૦ કરોડ મળવાની સાથે જ તે સરકાર પાસેથી રૂ.૪૪,૦૦૦ કરોડ છોડાવી ને કદાચ આટલી મોટી રકમ પોલિસી ધારકોને એક્સટ્રા બોનસના સ્વરૂપમાં વહેંચી દેવામાં આવે !

આ બધું જ શક્ય છે શેર-ધારકોના નવા પૈસા એલઆઈસી ને મળ્યા પછી !

2. સ્વતંત્ર લોકો બોર્ડમાં પ્રવેશ કરી શકે છે:

ખાનગીકરણ પછી, ખાનગી સ્વતંત્ર લોકો મેનેજમેન્ટ અને બોર્ડમાં પ્રવેશ કરશે. એલઆઈસી માટે આ નવી વાત નથી. સ્વતંત્ર લોકોને એલઆઈસીના ડિરેક્ટર બનવા આમંત્રણ આપવાની પ્રથા ઘણા સમયથી અનુસરવામાં આવે છે. 3 વર્ષ પહેલા, HDFC ના અધ્યક્ષ દીપક પરીખ એલઆઈસી બોર્ડમાં હતા. એલઆઈસીને તેની આદત છે. આની કોઈ અસર એલઆઈસીના કામકાજ પર પડશે નહીં.

3. સોવરિન ગેરેંટી

ભારત સરકાર એલઆઈસીનો એક માત્ર પ્રમોટર હોવાને કારણે, ભારત સરકારે એલઆઈસીને શરૂ કરવા માટે ૧૯૫૬માં રૂ. 5 કરોડની પ્રારંભિક મૂડી પૂરી પાડી હતી. બદલામાં, એલઆઈસી ૧૯૫૬થી તેનો ૫% નફો સરકારને આપે છે. ગયા વર્ષે એલઆઈસીએ તેના નફાના ૫% તરીકે રૂ.૨૩૦૩ કરોડ ચૂકવ્યા હતા.

101

Photo Credit: www.dailyexcelsior.com

https://www.dailyexcelsior.com/lic-chairman-hands-over-rs-2430-cr-cheque-to-fm/

સરકારે એલઆઈસી પોલિસી ધારકોને સોવરિન ગેરંટી પણ આપી છે. કોઈપણ નાણાકીય કટોકટીના કિસ્સામાં, દરેક પોલિસી ધારકને Sum Assured + Vested Bonus ની ચુકવણી માટે ભારત સરકાર જવાબદાર છે. એલઆઈસીને ભારત સરકારની આ સોવરિન ગેરંટી છે.

કેટલાક દલીલ કરે છે કે, ખાનગીકરણ પછી, સરકાર આ સોવરિન ગેરંટી પાછી ખેંચી શકે છે. સરકારે ખાનગીકરણ પછી આ ગેરંટી પાછી ખેંચી લેવી જરૂરી નથી. આ ગેરંટી એલઆઈસી એક્ટ ૧૯૫૬ હેઠળ આપવામાં આવી છે. સરકાર ખાનગીકરણ પછી પણ આ ચાલુ રાખી શકે છે. આ કાયદાકીય રીતે શક્ય છે.

જો સરકાર આ ગેરંટી પાછી ખેંચી લેશે તો પણ એલઆઈસીને કોઈ ફરક પડશે નહીં. એલઆઈસી પાસે જે મૂડી છે તેટલી પર્યાપ્ત છે, તેને સરકાર તરફથી બેકઅપ ની જરૂર નથી. ૧૯૫૬માં, ૨૪૫ વીમાકંપનીઓનો વિલય કરીને એલઆઈસીની રચના કરાઈ હતી.  તે સમયે એલ.આઈ.સી.ને ભારતસરકાર તરફથી આપવામાં આવતી પ્રારંભિક મૂડી ના રૂ. ૫ કરોડ ૨૪૫ મર્જ કંપનીઓની સંચિત જવાબદારી પૂરી કરવા માટે પૂરતા નહોતા.  તે સમયે વીમા ના નિયંત્રકે (તે સમયે IRDA ની સ્થાપના થઈ ન હતી) પોલિસી ધારકો ના કલ્યાણ માટે વધારાની સુરક્ષાની માંગ કરી હતી. જો કોઈપણ સંજોગોમાં એલઆઈસી કોઈ પણ કારણોસર પૈસા ચુકવવામાં નિષ્ફળ જાય તો, સરકાર ૫ કરોડ ઉપરાંત આ પૈસા ચુકવવાની બાંયધરી લેતી પ્રોમિસરી નોટ્સ ઓફર કરી હતી. આ રીતે સોવરિન ગેરંટી અસ્તિત્વમાં આવી છે.

પ્રારંભિક ૪ વર્ષ પછી, એલઆઈસીએ એટલું સારું પ્રદર્શન કર્યું કે ૧૯૬૦ પછી એલઆઈસી માટે સોવરિન ગેરંટી નો કોઈ અર્થ નહોતો રહ્યો.

આજે, એલઆઈસીની પાસે ૨૮ લાખ કરોડના લાઇફફંડ સામે ૩૧.૧૧ લાખ કરોડની સંપત્તિ છે. પોતાની લાયાબીલિટી કરતા ચોખ્ખું 3,00,000 કરોડનું વધારાનું ભંડોળ છે !  એલઆઈસી માટે, હવે સોવરિન ગેરેંટી એક કાગળના ટુકડા કરતા વધુ કંઈ નથી. હા, એક વાત જરૂર માન્ય કરાવી પડે કે સોવરિન ગેરેંટી સામાન્ય લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે અને તેનું આજે પણ બજારમાં મૂલ્ય છે.

એ સિવાય, સોવરિન ગેરેંટી પાછી ખેંચી લેવાથી એલઆઈસીને ખરેખર કંઈ અસર થશે નહીં.

પોલિસી ધારકના દ્રષ્ટિકોણથી:

ખાનગીકરણ પછી પોલિસી બોનસ વધશે:

કેટલાક લોકો દલીલ કરે છે કે ખાનગીકરણ પછી, એલઆઈસીનું સરપ્લસ વધશે અને તેનાથી પોલિસી ધારકોને વધુ બોનસ મળશે. આ ખોટી ધારણા છે. કોઈપણ સૂચિબદ્ધ વીમાકંપની તેમના રેકોર્ડમાં ૨ પ્રકારના એકાઉન્ટ જાળવે છે; શેરહોલ્ડરોનું એકાઉન્ટ અલગ અને પોલિસી ધારકોનું એકાઉન્ટ અલગ.  શેરહોલ્ડરોના ભંડોળને કંપનીની મૂડી તરીકે ગણવામાં આવે છે અને પોલિસી ધારકોના ભંડોળને (લાઇફ ફંડને) જવાબદારી (લાયાબીલિટી) તરીકે ગણવામાં આવે છે. કુલ નફામાંથી ૯૦% પોલિસીધારકોને વહેંચવામાં આવે છે અને ૧૦% શેરહોલ્ડરોને ચૂકવવામાં આવે છે. આ ૯૦% નફાના હિસ્સામાંથી શેરધારકોને એક રૂપિયો મેળવવાનો હક નથી.  એક બદલ એ આવી શકે કે જે 10% હિસ્સો આજે એક જ શેરહોલ્ડર (ભારત સરકાર) અત્યારે મેળવી રહી છે, એ જ 10% હિસ્સો ખાનગીકરણ પછી, ઘણા બધા શેરહોલ્ડરોને વહેંચીને ખાવો પડશે ! અને આ વાત ને પોલિસીના બોનસ સાથે કંઈ લેવા દેવા નથી.  આથી ખાનગીકરણ થવાથી તેની પોલિસી બોનસ પર કોઈ પણ પ્રકારની અસર પડશે નહીં; સકારાત્મક પણ નહીં અને નકારાત્મક પણ નહીં. (આ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે સરકાર નફાનો ૧૦% હિસ્સો લેવાની હકદાર હોવા છતાં, હાલમાં માત્ર ૫% હિસ્સો જ એલઆઈસી પાસેથી લઇ રહી છે.)

આપણે સરકારના દૃષ્ટિકોણથી, એલઆઈસીના દૃષ્ટિકોણથી અને પોલિસી ધારકના દૃષ્ટિકોણથી જુદીજુદી સંભાવનાઓ પર ચર્ચા કરી.

આ મુદ્દાઓનો અભ્યાસ કર્યા પછી આપણે જાણ્યું કે, ખૂબજ ઓછી સંભાવનાઓ છે કે સરકાર એલઆઈસીનું ખાનગીકરણ કરવાનું નક્કી કરે. જો સરકાર તે કરવાનું નક્કી કરે છે તો તેઓ તેના આશરે ૫% શેરને ડિસઇન્વેસ્ટ કરી શકે છે, અને કોઈપણ ખાનગી કંપની માટે એક સમયે બધા ૫% શેર ખરીદવાનું ખૂબ મુશ્કેલ રહેશે.  જો સરકાર ૧૦% શેર ફ્લોટ કરવાનું નક્કી કરે, તો રિલાયન્સ અને ટાટા જેવા દિગ્ગજો માટે (તેમની સંયુક્ત શક્તિ મળીને) પણ તેમને માટે આ બધા જ શેર ખરીદવા ખૂબજ મુશ્કેલ રહશે, કારણકે તેમાં સામેલ રકમ ખૂબજ મોટી હશે.

એલઆઈસી સરકાર સાથે જોડાયેલી રહે તે જ આપણા રાષ્ટ્રના હિતમાં છે. કોર્પોરેટ સંસ્થાઓ સતત દબાણ કરશે.  વારંવાર તમને આવા ખોટા સમાચારો સાંભળવા મળશે. એમની પાસે (ખાનગી સંસ્થાઓ પાસે) બહુ પૈસા છે. મીડિયા ને ખરીદી લેવું એ આજે કંઈ મોટી વાત રહી નથી. તાર્કિક રીતે કહીએ તો, સરકાર માટે એલઆઈસીને સૂચિબદ્ધ કરવું તે લગભગ અશક્ય છે.  જો સરકાર કોઈપણ રીતે પૈસા મેળવવા માટે ખૂબ જ આતુર થશે, તો તે આ પગલું ભરી શકે છે, પરંતુ તે આપણા દેશના હિતની વિરુદ્ધ હશે.

જય હિંદ !

Share the Post:

About Author

Malay Chitalia is an internationally accredited financial advisor with deep local roots. As an MDRT-qualified financial planner, he is part of an elite group of global professionals. With two decades of prolific experience in financial planning advisory, Malay manages an impressive 100 Crores+ AUM for his 2000+ valued clients across India and countries like the US, UK, UAE, Oman, Hong Kong, Australia, New Zealand, and more. Residing in Mumbai with his family, he operates from his firm’s headquarters in Borivali, Mumbai.

Comment/Leave a Reply

error: Content is protected !!