મારા છેલ્લા આર્ટિકલમાં આપણે વાત કરી હતી કે શા માટે તમારું હેલ્થ ઇન્શ્યૉરન્સ 25 લાખ રૂપિયાથી ઓછું ન હોવું જોઈએ. સાથે-સાથે આપણે એ પણ જોયું હતું કે જો આવતા પાંચ વર્ષની મોંઘવારી ધ્યાનમાં લઈએ તો હેલ્થ ઇન્શ્યૉરન્સ ઓછામાં ઓછું ૫૦ થી ૬૦ લાખ રૂપિયાનું હોવું જરૂરી બની જાય છે.
( મારો છેલ્લો લેખ વાંચવા માટે નીચેની લિંક ક્લિક કરો: http://malaychitalia.home.blog/2019/04/19/what-should-be-your-familys-health-insurance-amount-hindi/ )
હવે અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આટલા મોટા આંકડાનું હેલ્થ ઇન્શ્યૉરન્સ તમે લો, તો એનું પ્રીમિયમ પણ મોટું જ આવે, તો એવામાં બધું મેનેજ કેવી રીતે કરવું?
ના, એવું નથી. હાલના દિવસોમાં ઓછા અને પરવડી શકે એવા પ્રીમિયમ પર મોટી હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસી સરળતાથી મેળવી શકાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી બજારમાં એક નવો જ કૉન્સેપ્ટ આવ્યો છે જેનું નામ છે સુપર ટોપ-અપ પ્લાન્સ.
ચાલો હવે જાણીએ, શું છે આ સુપર ટોપ-અપ પ્લાન્સ!
[youtube https://www.youtube.com/watch?v=hfxAaDOQOkg&w=560&h=315]
આ વિષયને સમજવા માટે આપણે આપણી વર્તમાન હેલ્થ ઇન્શ્યૉરન્સ પોલિસીને બેઝ પોલિસી કહીશું, જે એક વ્યાપક પોલિસી છે. એટલે કે, જો તમારી પાસે પહેલાથી જ પાંચ લાખ રૂપિયાની પોલિસી છે તો તમે એક રૂપિયાથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીનો હોસ્પિટલનો ખર્ચ પોલિસીમાંથી ક્લૅમ કરી શકો છો.
સુપર ટોપ-અપ પોલિસી થોડી અલગ પ્રકારની હોય છે. આ પોલિસી ખરીદતા પહેલાં આપણે કપાતપાત્ર રકમ (Deductible amount) નક્કી કરવી પડે છે. ધારો કે તમારી પાસે પાંચ લાખ રૂપિયાની બેઝ પોલીસી છે, તો તમારી કપાતપાત્ર રકમ (Deductible amount) પાંચ લાખ રૂપિયા સિલેક્ટ કરી શકો છો. પછી તમારે સુપર ટોપ-અપ પ્લાન્સ માટે કેટલું ઇન્શ્યૉરન્સ લેવું એ નક્કી કરવાનું હોય છે. ધારો કે તમે દસેક લાખ રૂપિયાની સુપર ટોપ-અપ પોલિસી ખરીદો છો, તો તમારું કુલ હેલ્થ ઇન્શ્યૉરન્સ ૧૫ લાખ રૂપિયા (પાંચ લાખ રૂપિયાની બેઝ પોલિસી અને દસ લાખ રૂપિયાની સુપર ટોપ-અપ પોલિસી) થાય.
આ બધામાં ધ્યાન આપવા જેવી વાત એ કે શરૂઆતના પાંચ લાખ રૂપિયા તમે સીધા સુપર ટોપ-અપ પોલિસીમાંથી ક્લૅમ નથી કરી શકતા. ચાલો, એક ઉદાહરણ દ્વારા આ વાતને સમજીયે. ધારોકે તમારો કુલ મેડિકલ ખર્ચ છ લાખ રૂપિયા થયો છે. તો એમાંથી પાંચ લાખ રૂપિયા તમને બેઝ પોલિસીમાંથી મળી રહેશે જ્યારે બાકીના એક લાખ રૂપિયા સુપર ટોપ-અપ પોલિસીમાંથી મળશે. અહીં ખાસ નોંધ લેવી કે, સુપર ટોપ-અપ પોલિસી તમને તમારા પહેલા પાંચ લાખ રૂપિયા નહીં ચૂકવે. એ પાંચ લાખ રૂપિયા તમને તમારી વર્તમાન બેઝ પોલિસીમાંથી લેવાના રહેશે. આમ આપણા ઉપર જણાવેલા ઉદાહરણ પ્રમાણે તમે તમારો કુલ છ લાખ રૂપિયાનો મેડિકલ ખર્ચ મેળવી શકો છો. દિલચસ્પ વાત એ છે કે સુપર ટોપ-અપ પ્લાન્સ બેઝ પોલિસી કરતાં ઘણા સસ્તા હોય છે.
સુપર ટોપ-અપ પ્લાન્સનો કૉન્સેપ્ટ હાલના સમયમાં નવો છે અને એને કારણે ઇન્શ્યૉરન્સ કંપનીઓને પણ આ પ્રકારની પોલિસીમાં ક્લૅમ માંગતા ગ્રાહકોનો અનુભવ ઓછો છે, તેમ છતાં આ વિચાર ઘણો આશાસ્પદ છે.
એ વાત માન્ય છે કે બેઝ પોલિસી કરતાં સુપર ટોપ-અપ પ્લાન ઘણાં સસ્તા હોય છે છતાં પણ તમારી પાસે કમસે કમ પાંચથી દસ લાખની એક મજબૂત બેઝ પોલિસી હોવી બહુ જરૂરી છે.
બીજી એક વાત જે મારે અહીંયા ઉમેરવી છે, એ એમ કે જે લોકો ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની બેઝ પોલિસીનું પ્રિમીયમ ભરી શકે છે એમને વ્યાપક બેઝ પોલિસી ખરીદવાની સલાહ હું આપીશ, સુપર ટોપ-અપ પોલિસી ખરીદવાની સલાહ હું નહિ આપું. મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે સુપર ટોપ-અપ પ્લાન્સ એક સસ્તો અને બજેટ વિકલ્પ છે, જેમાં સુવિધાઓ પણ તેના બજેટ અનુસાર જ મળે છે.
બજારમાં ઉપલબ્ધ ટોપ-અપ પ્લાન્સથી સાવચેત રહો, કારણ કે એવી યોજનાઓમાં કપાતપાત્ર રકમ (Deductible amount) વર્ષમાં એકવાર અમલમાં મૂકવાને બદલે દરેક વખતે ક્લૅમ કરવાના સમયે લાગુ થાય છે.
બધું મળીને એમ કહી શકાય કે સુપર ટોપ-અપ પ્લાન્સ તમારા પરિવારનું હેલ્થ કવર વધારવા માટે ઓછા ભાવે મળતો એક સારો વિકલ્પ છે. તમારા પરિવારની સુરક્ષા માટે આ પ્લાન તમારે જરાય વિલંબ કર્યા વિના ખરીદી લેવો જોઈએ.
One Response
Confirm premium for Top-up policy from Rs.500000/-. to. Rs.2500000/-
Please confirm hidden terms conditions of various insurance co. ?
Thanks & Regards
Thanks & R